મૂળ દેશમાં પરત ફરવા માટેનું દબાણ Pressure to return to country of origin
મૂળ દેશમાં પરત ફરવા માટેનું દબાણ
વિદેશી હસ્તક્ષેપ કરનારા દેશો વ્યક્તિઓને તેમની ઈચ્છા વિરુદ્ધ ન્યૂ ઝીલેન્ડ છોડીને તેમના મૂળ દેશમાં પરત ફરવા માટે મજબૂર કરી શકે છે અથવા દબાણ કરી શકે છે. તે કોઅર્સ્ડ રીપેટ્રિએશન (સ્વદેશ વાપસી માટેનું દબાણ) તરીકે ઓળખવામાં આવે છે.
આમ કરવા માટે અન્ય દેશ નીચે મુજબની પ્રવૃત્તિઓ કરી શકે છેઃ
- લોકો અથવા તેમના પરિવાર અથવા સહયોગીઓ પર પ્રવાસનો પ્રતિબંધ લાદી શકે છે, જેથી તેમની ગતિવિધિને મર્યાદિત કરી શકાય અને તેમના મૂળ દેશમાં પરત ફરવા માટે દબાણ ઊભું કરી શકાય.
- તેમના મૂળ દેશમાં રહેલી નાણાકીય અસ્કયામતો ફ્રીઝ કરી શકે છે.
- તેમના મૂળ દેશમાં વસતા પરિવાર, મિત્રો અથવા સહયોગીઓને હેરાન કરી શકે છે અથવા ડરાવી શકે છે અથવા તે વ્યક્તિને પાછા આવવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેમના પર દબાણ લાવી શકે છે.
અહીં એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે કોઅર્સ્ડ રીપેટ્રિએશન એ કોઈ એવી બાબત નથી કે જેનો અનુભવ મોટાભાગના લોકો કરશે, ભલે પછી તેઓ વિદેશી હસ્તક્ષેપનો શિકાર બન્યાં હોય.
એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ)
એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) એટલે શું?
એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) એ દેશો વચ્ચેની એક ઔપચારિક કાયદાકીય પ્રક્રિયા છે, જેનો ઉપયોગ ગુનાહિત આરોપોનો અથવા સજાનો સામનો કરી રહેલી કોઈ વ્યક્તિને પરત લાવવા માટે કરવામાં આવે છે. ન્યૂ ઝીલેન્ડની એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ)ની પ્રક્રિયાઓ એક્સ્ટ્રાડિશન એક્ટ 1999માં નિર્ધારિત કરવામાં આવી છે.
કાયદાકીય પ્રત્યાર્પણ એ વિદેશી હસ્તક્ષેપનું સ્વરૂપ નથી.
એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) માટે ક્યારે વિનંતી કરી શકાય?
જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ તેમના મૂળ દેશમાં ગુનાહિત આરોપો દાખલ કરવામાં આવ્યા હોય અથવા તેમણે તેમની સજા પૂરી ન કરી હોય, તો તે દેશ આ વ્યક્તિ હાલમાં જે દેશમાં રહેતી હોય, તે દેશને એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) માટે વિનંતી કરી શકે છે.
એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) માટે વિનંતી કરનારો દેશ આંતરરાષ્ટ્રીય સંધિ અથવા તેમના દેશના સ્થાનિક કાયદા પર આધાર રાખી શકે છે. એક્સ્ટ્રાડિશન એક્ટ મુજબ ન્યૂ ઝીલેન્ડ પાસેથી એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) માટે વિનંતી કરવા આવા અન્ય દેશે તેની સંધિ કરેલી હોય તે જરૂરી નથી.
એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) માટેની વિનંતી એ મૂળ દેશમાં ખટલા માટે અથવા ભોગવવાની બાકી સજા માટે સંબંધિત વ્યક્તિની ધરપકડ અને તેને પરત લાવવા માટેની એક અરજી છે.
ન્યૂ ઝીલેન્ડ એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) માટેની વિનંતીઓ પર કેવી રીતે કાર્યવાહી કરે છે
ન્યૂ ઝીલેન્ડમાં અન્ય દેશો દ્વારા કરવામાં આવેલી એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) માટેની વિનંતીઓ પર સરકાર અને કૉર્ટ દ્વારા વિચારણા કરવામાં આવે છે.
એક્સ્ટ્રાડિશન એક્ટ મુજબ ન્યૂ ઝીલેન્ડ પાસેથી એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) માટેની વિનંતી જો રાજકીય સતામણી કરવા માટે કરવામાં આવી હોય, તો આવા કિસ્સામાં એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ)નો ઇનકાર કરવામાં આવી શકે છે.
તેમાં એવી બાબતોનો સમાવેશ થાય છે કે, જ્યાં વ્યક્તિ પર તેમના વર્ણ, વંશીય મૂળ, ધર્મ, રાષ્ટ્રીયતા, જાતિ અથવા અન્ય દરજ્જા કે રાજકીય મંતવ્યો અથવા રાજકીય પ્રકારના ગુના (જેમ કે, કોઈના રાજકીય મંતવ્યો અથવા પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય)ના કારણે તેમને સજા આપવાના હેતુથી ખટલો ચલાવવામાં આવી રહ્યો હોય.
જો વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવેલો આરોપ શુદ્ધ હેતુથી કરવામાં આવ્યો ન હોય અને ન્યાયના હિતમાં ન હોય, તો ન્યૂ ઝીલેન્ડ આવા દેશની એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) માટેની વિનંતીને નકારી પણ શકે છે. જો તમામ સંજોગોને ધ્યાનમાં લેતા, વ્યક્તિને પરત મોકલવી અયોગ્ય અથવા દમનકારી લાગે, તો આવા કિસ્સામાં પ્રત્યાર્પણનો ઇનકાર કરવામાં આવી શકે છે.
ન્યૂ ઝીલેન્ડમાં એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ)નું સંચાલન કેવી રીતે કરવામાં આવે છે?
જો કોઈ દેશ દ્વારા જારી કરવામાં આવેલો માન્ય અરેસ્ટ વૉરન્ટ (ધરપકડ વૉરન્ટ) અથવા ફોજદારી આરોપો હોય, તો ન્યૂ ઝીલેન્ડ સરકાર સત્તાવાર આંતરરાષ્ટ્રીય રીતે માન્ય પ્રક્રિયાઓ દ્વારા એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ)નું સંચાલન કરે છે. વિદેશી સત્તાધિકારીઓ એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) પ્રક્રિયાના ભાગરૂપે ન્યૂ ઝીલેન્ડમાં કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકતા નથી, તેમને અટકાયતમાં લઈ શકતા નથી કે તેમનો સંપર્ક કરી શકતા નથી.
ક્યાંથી મદદ મેળવવી?
કાયદાકીય પ્રતિનિધિત્વ અને સલાહ
સરકારી વિભાગો એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ) પ્રક્રિયાને સંભાળે છે પરંતુ તેઓ એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ)નો સામનો કરી રહેલી વ્યક્તિઓને કાયદાકીય સલાહ આપી શકતા નથી.
તેનો અર્થ એ છે કે, એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ)ની વિનંતીનો સામનો કરી રહેલી કોઈ પણ વ્યક્તિએ એક્સ્ટ્રાડિશન (પ્રત્યાર્પણ), માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાત વકીલનો સંપર્ક કરવો જોઈએ.
ન્યૂ ઝીલેન્ડમાં ઉપલબ્ધ કાયદાકીય સહાય વિશે અહીંથી વધુ જાણકારી મેળવો