વિદેશી હસ્તક્ષેપ સાથે સંકળાયેલી હોઈ શકે તેવી હાનિકારક અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓની જાણ કરવી

નોંધ: આ એક સામાન્ય માહિતી છે. તે ફક્ત તમારી સમજણ માટે છે અને તે કોઈ કાયદાકીય સલાહ નથી.
ચોક્કસ કાયદાકીય સલાહ માટે પાત્ર કાયદાકીય પ્રોફેશનલ સાથે વાત કરો.

વિદેશી હસ્તક્ષેપના ભાગરૂપે વિદેશી સ્ટેટ એક્ટર્સ દ્વારા કરવામાં આવતી કેટલીક હાનિકારક પ્રવૃત્તિઓ ન્યૂ ઝીલેન્ડના કાયદા હેઠળ પહેલેથી જ ગુનો છે.

જો આ પ્રવૃત્તિઓ થઈ રહી હોય, અથવા તે થઈ રહી હોવાનું માનવાનું કોઈ કારણ હોય, તો તેની જાણ ન્યૂ ઝીલેન્ડ પોલીસ (NZ પોલીસ)ને અથવા ક્રાઈમ સ્ટોપર્સ ન્યૂ ઝીલેન્ડ (ક્રાઈમ સ્ટોપર્સ)ને અનામી રીતે કરવી જોઈએ.

આ પ્રવૃત્તિ અન્ય કોઈ દેશ સાથે સંકળાયેલી છે અથવા તે વિદેશી હસ્તક્ષેપ છે, તેવું સાબિત કરવાની જરૂર નથી, કારણ કે આ પ્રવૃત્તિ પોતે જ એક અલગ ગુનો હોઈ શકે છે.

પ્રવૃત્તિનું મૂળ અજ્ઞાત હોય અથવા તેમાં અન્ય કોઈ દેશ સામેલ છે કે નહીં તેની જાણ ન હોય તો પણ NZ પોલીસ અથવા ક્રાઈમ સ્ટોપર્સને તેની જાણ કરી શકાય છે. NZ પોલીસ સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને નક્કી કરશે કે આગળ કોઈ કાર્યવાહી જરૂરી છે કે નહીં.

આ પ્રવૃત્તિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

NZ પોલીસને ગુનાઓની જાણ કરવી

જો તે કટોકટીની સ્થિતિ હોય અને અત્યારે બની રહી હોય, તો 111 પર કૉલ કરો અને NZ પોલીસની મદદ માગો.

જો તે કટોકટીની સ્થિતિ ન હોય, તો તમે આ રીતે NZ પોલીસનો સંપર્ક કરી શકો છો:

  • 105 ઑનલાઇન ફોર્મ નો ઉપયોગ કરીને
  • કોઈપણ મોબાઈલ અથવા લેન્ડલાઈન પરથી 105 પર કૉલ કરીને, આ સેવા ફ્રી છે અને સમગ્ર દેશમાં 24/7 ઉપલબ્ધ છે

105 ફોર્મમાં તમારી કેટલીક વ્યક્તિગત માહિતી માંગવામાં આવે છે, જેથી NZ પોલીસને તમારા દ્વારા પૂરી પાડવામાં આવેલી જાણકારી પર પ્રક્રિયા હાથ ધરવામાં અને તમારી સાથે ફોલો-અપ લેવામાં મદદ મળી શકે. NZ પોલીસ આ માહિતીનો ઉપયોગ ફક્ત મંજૂર કરવામાં આવેલા હેતુઓ માટે જ કરે છે.

ક્રાઈમ સ્ટોપર્સને અનામી રીતે જાણ કરવી

તમે ક્રાઈમ સ્ટોપર્સ ન્યૂ ઝીલેન્ડને અનામી રીતે જાણકારી પૂરી પાડી શકો છો.

ક્રાઈમ સ્ટોપર્સ એ એક સ્વતંત્ર ચેરિટી છે, જે ઇમિગ્રેશન, કસ્ટમ્સ અને NZ પોલીસ સહિતના સત્તાધિકારીઓને ગુના અથવા અન્ય ગંભીર ચિંતાજનક બાબતો અંગે જાણ કરવા માટે એક સુરક્ષિત અને સરળ માર્ગ પૂરો પાડે છે.

તેમાં ન્યૂ ઝીલેન્ડમાં સંભવિત વિદેશી હસ્તક્ષેપ અંગેની જાણકારીનો પણ સમાવેશ થાય છે.

તમે ઑનલાઇન ફોર્મ નો ઉપયોગ કરીને અનામી રીતે રિપોર્ટ સોંપી શકો છો, અથવા 0800 555 111 (અથવા જો વિદેશમાં હો તો +64 9 927 3971) પર ક્રાઈમ સ્ટોપર્સને કૉલ કરીને કોઈની સાથે વાત કરી શકો છો.

તમારી ઓળખ સત્તાધિકારીઓ સાથે શૅર કરવામાં આવશે નહીં.

અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, અનામી રીતે આપેલી જાણકારી NZ પોલીસને મહત્વની વિગતો પૂરી પાડી શકે છે પરંતુ તે NZ પોલીસને ઔપચારિક તપાસ કરવા માટે પૂરતી માહિતી પૂરી પાડી શકતી નથી અને તેને ઔપચારિક ફરિયાદ ગણવામાં આવતી નથી.

વિદેશી લાંચરુશવત અંગે જાણ કરવી

વિદેશી લાંચરુશવતની ઘટના ત્યારે ઘટે છે, જ્યારે કોઈ વ્યક્તિ અથવા વ્યવસાય, વિદેશી જાહેર અધિકારીને તેમની સત્તાવાર ફરજોના પ્રદર્શનના સંબંધમાં પ્રભાવિત કરવા માટે કોઈ પણ વ્યક્તિને લાંચ આપવાની રજૂઆત કરે છે, લાંચ આપે છે અથવા આપવાનું વચન આપે છે.

જ્યારે ન્યૂ ઝીલેન્ડમાં જાહેર અધિકારીઓને વિદેશી વ્યક્તિઓ દ્વારા લાંચની ઓફર કરવામાં આવે છે, આપવામાં આવે છે અથવા વચન આપવામાં આવે છે ત્યારે પણ વિદેશી લાંચ ના સંજોગો સર્જાય છે. વિદેશી લાંચરુશવતનો ઉપયોગ અન્ય દેશો અથવા તેમના પ્રોક્સીઓ દ્વારા વિદેશી હસ્તક્ષેપ કરવા માટે કરવામાં આવી શકે છે.

જો તમને વિદેશી લાંચની શંકા હોય, તો તમે ગંભીર છેતરપિંડી કચેરીના અનામી રિપોર્ટિંગ ટૂલ: Report Foreign Bribery - Serious Fraud Office New Zealand દ્વારા ગુપ્ત રીતે તેની જાણ કરી શકો છો

આ માહિતી અહીં ડાઉનલોડ કરો - ટૂંક સમયમાં આવી રહ્યું છે