જ્યારે વિદેશ પ્રવાસ કરી રહ્યાં હોય ત્યારે કેટલાક લોકોએ વિદેશી સત્તાધિકારીઓ તરફથી વધારાની તપાસ દ્વારા વિદેશી હસ્તક્ષેપનો સામનો કરવો પડી શકે છે, જેમાં તેમની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓનો પણ સમાવેશ થાય છે.

અહીં એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે, મોટાભાગના પ્રવાસીઓને આનો અનુભવ થતો નથી અને સરહદો પર તપાસ થવી એ સમગ્ર વિશ્વમાં એક સામાન્ય બાબત છે, જે સામાન્ય રીતે નિયમિત હોય છે અને વિદેશી હસ્તક્ષેપ સાથે સંબંધિત હોતી નથી.

વિદેશ પ્રવાસ અને વિદેશી હસ્તક્ષેપ

  • ન્યૂ ઝીલેન્ડમાં જેમને નિશાન બનાવવામાં આવ્યાં હોય તેવા લોકો
  • સમુદાયના એવા સભ્યો કે જેઓ અસંમતિ ધરાવતા મંતવ્યો રાખવા માટે જાણીતા હોય અથવા અન્ય દેશોના ટીકાકાર હોય
  • સમુદાયના અગ્રણીઓ, હિમાયતીઓ અને કાર્યકરો
  • સમુદાયના એવા સભ્યો કે જેઓ કૌટુંબિક, સામુદાયિક અથવા વ્યાવસાયિક કારણોસર પ્રવાસ કરે છે
  • સમુદાયના એવા સભ્યો કે જેઓ ન્યૂ ઝીલેન્ડ સરકાર, સ્થાનિક સરકારી કાઉન્સિલ માટે કામ કરે છે અથવા ન્યૂ ઝીલેન્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે
  • સમુદાયના એવા સભ્યો કે જેઓ અન્ય મહત્વના ક્ષેત્રોમાં કામ કરે છે, દાખલા તરીકે, મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ, શિક્ષણ જગત, મીડિયા
  • ભૂતપૂર્વ શરણાર્થીઓ.

  • સ્થાનિક સત્તાધિકારીઓ દ્વારા બિનજરૂરી પૂછપરછ થવી, ઉદાહરણ તરીકે મુસાફરીની યોજના, પ્રવૃત્તિઓ અથવા સંબંધો વિશે
  • જે-તે દેશમાં પ્રવેશ આપવાનો અથવા ત્યાંથી બહાર નીકળવાનો ઇનકાર કરવો, જેમ કે ફ્લાઇટમાં બેસવા પર પ્રતિબંધ મૂકવો અથવા સરહદી ચેકપોઇન્ટ્સ પર પ્રવેશ ન મળવો
  • પ્રવાસ અથવા વિઝા પ્રતિબંધો લાદવા, જેમાં દેશમાં હરવા-ફરવા પરની મર્યાદાઓનો પણ સમાવેશ થાય છે
  • ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરવામાં આવવી, જેમાં ફોન, લેપટોપ અથવા અન્ય ઉપકરણોનો સમાવેશ થાય છે, જેમાં વ્યક્તિગત માહિતી અથવા વાતચીતનું ઍક્સેસ કરવાનો સમાવેશ થઈ શકે છે
  • આગમન પછી ચોક્કસ વ્યક્તિ પર નજર રાખવી, અટકાયત કરવી અથવા જેલમાં કેદ કરી લેવા, જેમાં ઔપચારિક કાયદાકીય કાર્યવાહીનો સમાવેશ થઈ શકે છે
  • સ્થાનિક સત્તાધિકારીઓ તરફથી ડર બતાવવો, પજવણી કરવી અથવા ધમકીઓ આપવી
  • ફક્ત કાયદાનું અમલીકરણ કરનારી એજન્સીઓ અથવા સત્તાધિકારીઓ દ્વારા જ નહીં પરંતુ સ્થાનિક જૂથો દ્વારા પૂછપરછ થવી, પજવણી થવી અથવા ધાકધમકીનો ભોગ બનવું.

ન્યૂ ઝીલેન્ડ કોન્સ્યુલરની સહાય

મિનિસ્ટ્રી ઑફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ (MFAT) ન્યૂ ઝીલેન્ડની બહાર ન્યૂ ઝીલેન્ડના નાગરિકોને કોન્સ્યુલરની સેવાઓ પૂરી પાડે છે, ભલે પછી તેઓ સામાન્ય રીતે ન્યૂ ઝીલેન્ડમાં રહેતા ન હોય.

સામાન્ય રીતે ન્યૂ ઝીલેન્ડના કાયમી નિવાસીઓને કોન્સ્યુલરની સહાય પૂરી પાડવામાં આવતી નથી.

વિદેશમાં રહેતા ન્યૂ ઝીલેન્ડના નાગરિકો જે-તે દેશના સ્થાનિક કાયદાઓને આધીન હોય છે, જેમાં તે દેશના અટકાયત, કાયદાકીય કાર્યવાહી અથવા પ્રવાસ પરના પ્રતિબંધોને લગતા કાયદાઓનો સમાવેશ થાય છે.

બેવડી નાગરિકતા ધરાવતા નાગરિકો

બેવડી નાગરિકતા ન્યૂ ઝીલેન્ડની કોન્સ્યુલર સહાય પૂરી પાડવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. જ્યારે અન્ય નાગરિકતા ધરાવતા દેશમાં હો, ત્યારે સ્થાનિક સત્તાધિકારીઓ તે વ્યક્તિને ફક્ત તેમના નાગરિક તરીકે તેમની સાથે વ્યવહાર કરે છે અને ન્યૂ ઝીલેન્ડની સંડોવણીની મંજૂરી આપતા નથી.

તમે અહીંથી સલામત મુસાફરી અંગેની વધુ માહિતી મેળવી શકો છો: Dual citizens and permanent residents

શરણાર્થીઓ અને ભૂતપૂર્વ શરણાર્થીઓ

જો તમે ન્યૂ ઝીલેન્ડની બહાર શરણાર્થી હો, તો ન્યૂ ઝીલેન્ડ સરકાર ખૂબ જ મર્યાદિત સહાય પૂરી પાડી શકે છે.

તમે અહીંથી સલામત મુસાફરી અંગેની વધુ માહિતી મેળવી શકો છો: Refugees and former refugees

SafeTravel NZ

SafeTravel NZ એ વિદેશમાં પ્રવાસ કરનારા અથવા વિદેશમાં રહેતા ન્યૂ ઝીલેન્ડના નાગરિકો માટેની અધિકૃત MFAT વેબસાઇટ છે, જે પ્રવાસ અંગેની સલાહ, કોન્સ્યુલરની સેવાઓ, સુરક્ષા સંબંધિત સૂચનો અને પ્રવાસીઓ માટે રજિસ્ટ્રેશનની સિસ્ટમ પૂરી પાડે છે.

પ્રવાસીઓએ વિદેશ જતાં પહેલા SafeTravel New Zealand માં રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. તેની મદદથી MFAT સમયસર અપડેટ્સ પૂરી પાડી શકે છે, જરૂર જણાય તો પ્રવાસીઓનો સંપર્ક કરી શકે છે અને જ્યાં પણ શક્ય હોય ત્યાં સહાય પૂરી પાડી શકે છે.

આ માહિતી અહીં ડાઉનલોડ કરો - ટૂંક સમયમાં આવી રહ્યું છે